કતકપુરા ગામમાં પાંચ શખ્સોનો પરિવાર પર હુમલો, ત્રણને ઈજા

બાઈક ઝડપી ચલાવવા મુદ્દે મામલો બિચક્યો
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા : પાંચ સામે પોલીસ ફરિયાદ
નડિયાદ: મહેમદાવાદના કતકપુરા ગામમાં બાઇક ઝડપથી ચલાવવા મુદ્દે મામલો બિચક્યો હતો. જેમાં પાંચ શખ્સો દ્વારા એક પરિવારના પર હુમલો કરાયો હતો. આ હુમલામાં પરિવારના ત્રણ સભ્યોને ગંભીર ઈજા થતા અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા. આ અંગે પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
મહેમદાવાદના કતકપુરા ગામમાં તા.૨૧ નવેમ્બરના રોજ સાંજે બાઈક ઝડપથી ચલાવવા બાબતે શરૂ થયેલા ઝઘડામાં પાંચ આરોપીઓએ એક પરિવારના સભ્યો પર હુમલો કર્યોે હતો. ફરિયાદી કાંતિભાઇ રયજી ખાંટના ભત્રીજા દશરથ મુકેશભાઇ ખાંટને દૂધની ડેરી પાસે આરોપી ગીરધરભાઇ મહોતભાઈ ખાંટ અને વરૂણભાઇ ચીમનભાઇ ખાંટે અપશબ્દો બોલી માર માર્યોે હતો.જે ઘટનાના આરોપી ગીરધરભાઇના ઘર પાસે રોડ પર ફરિયાદી પહોંચતા આરોપી ચીમનભાઈ મહોતભાઇ ખાંટે તેમને 'જાનથી મારી નાખીશ' તેમની ધમકી આપી પાવડાના હાથા વડે માર માર્યોે.
ચીમનભાઈએ ફરિયાદીની પત્ની અંકુબેન અને પિતરાઈ ભાઈ કિરણ બાબુભાઇને પણ પાવડાના હાથા વડે મારમાર્યો હતો.અન્ય આરોપીઓ જયેશભાઈ ગીરધરભાઈ ખાંટ અને સાગરભાઈ ગીરધરભાઈ ખાંટે લાકડી વડે ફરિયાદીના ભાઈ મુકેશ ચંદુભાઇ ખાંટને માર માર્યોે હતો.ગીરધરભાઈએે સવિતાબેનને મારમાર્યો હતો.આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા માતા સવિતાબેન અને ભાઈ મુકેશભાઈને મહેમદાવાદ સી.એચ.સી.માંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. આ મામલે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

