જામનગરમાં વિનાયક પાર્કમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા પાંચ સ્ત્રી-પુરુષો પકડાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Gambling Raid : જામનગરમાં વિનાયક પાર્ક સોસાયટીમાં ગઈ રાત્રે પોલીસે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી કટલેરીની વેપારી મહિલા ઉપરાંત એક કારખાનેદાર અને એક રીક્ષા ડ્રાઇવર સહિત પાંચ-સ્ત્રી પુરુષોની પોલીસે અટકાયત કરી લઈ રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.
જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે ગઈકાલે રાત્રે વિનાયક પાર્કમાં જુગાર અંગેનો દરોડો પાડયો હતો, અને જાહેરમાં જુગાર રમી રહેલી કટલેરીની વેપારી મહિલા નયનાબેન રાજેશભાઈ બુધ્ધ (જાતે કંસારા), ઉપરાંત સવિતાબેન માલદેભાઈ નંદાણીયા (આહિર), ઝલકબેન નિલેશભાઈ લીંબાસીયા (પટેલ), ઉપરાંત કારખાનેદાર જીગ્નેશ ગંગદાસભાઈ કપુરીયા અને રીક્ષા ચાલક સુભાષ નારણભાઈ મકવાણાની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 17,300 ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.









