For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પાંચ લાખ વિદ્યાર્થીએ પિતા પાસે સંકલ્પ લેવડાવ્યા 'પહેલા મતદાન પછી બીજુ કામ'

Updated: Nov 20th, 2022

Article Content Image


- સુરત જિલ્લાની 1932 સ્કૂલના વિદ્યાર્થીને પોતાના વાલીઓને મતદાન કરવા સંકલ્પબધ્ધ કરવા સંકલ્પ પત્રો આપ્યા હતા

         સુરત

વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ હાથ ધરેલી કવાયતમાં સુરત જિલ્લાની કુલ ૧૯૩૨ સ્કૂલોના પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓને  પિતા પાસે 'પહેલા મતદાન પછી બીજુ કામએવા સંકલ્પ પત્રો પર સહી કરાવીને મતદાન માટે સંકલ્પબધ્ધ કર્યા છે. 

આગામી ૧ લી ડિસેમ્બરના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય અને મતદારોમાં જાગૃતિ આવે તે માટે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાર જાગૃતિ અભિયાન હાથ ધર્યું છે. જેમાં સુરત શહેર અને જિલ્લાની ૧૯૪ ગ્રાન્ટેડ સ્કૂલો, ૮૦૦ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, ૯૩૮ પ્રાથમિક શાળાઓ મળીને કુલ ૧૯૩૨ સ્કૂલનો વિદ્યાર્થીઓને પોતાના વાલીઓને મતદાન કરવા માટે સંકલ્પબધ્ધ કરવા પાંચ લાખ સંકલ્પ પત્રો આપાયા હતા.

જેમાં વાલીઓ દ્વારા સંકલ્પપત્ર પર સહી કરીને શાળામાં પરત મોકલ્યા હતા. તે મુજબ પાંચ લાખથી વધુ વાલીઓએ 'પહેલા મતદાન પછી બીજુ કામ'નો સંકલ્પ કરીને મતદાન કરવા માટે મક્કમતા વ્યકત કરી હતી.

Gujarat