આણંદ મનપામાં સમાવિષ્ટ પાંચ તળોવોનું રૃ. 5.78 કરોડના ખર્ચે બ્યુટિફિકેશન કરાશે
- તળાવોનું કામ તબક્કાવાર કરવામાં આવશે
- તળાવોના રિનોવેશન સહિતની કામગીરી માટે અમદાવાદના હેલી કન્ટ્રકશનનું ટેન્ડર મંજૂર કરાયું : તળાવોને 3 થી 4 મીટર ઊંડા કરાશે
આણંદમાં આવેલા પાંચ તળાવોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઇ જતા હોય છે, તળાવમાંથી ઓવરફ્લો થઇ પાણીનો નિકાલ થતો ન હતો. જેના કારણે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. મચ્છરજન્ય રોગચાળો વકરતો હતો. આ બાબત મનપાને ધ્યાને આવતા તળાવોને ખાલી કરી અને ઊંડા કરવામાં આવે તો કાયમીનો ઉકેલ આવી શકે છે. જેને લઇ ફેઝ-એકમાં તળાવોને કાલી કરી ઊંડા કરવાની કામગીરી શરૃ કરાશે અને ફેઝ-૨ માં તળાવોને બ્યુટિફિકેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આણંદ મનપા વિસ્તારોના પાંચ તળાવોના રિનોવેશન સહિતની કામગીરી માટે ૫.૭૮ કરોડનું ટેન્ડર મંજૂર થતાં કામગીરીનો પ્રારંભ કરાયો છે. જેમાં આણંદના ગોયા, ઇસ્માઇનલનગર વિસ્તાના મહુડી, રઘુવીરનગર વિસ્તાના ટેડી, જીટોડિયા અને મોગરીના તળાવનો સમાવેશ થયો છે. જોકે,આણંદ જિલ્લામાં તાજેતરમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.આ પાંચ તળાવોમાં પાણી ભરાયા હતા. હવે વરસાદે વિરામ લેતા પાણી ખાલી કરીને કાંસ સહિતનો કચરો કાઢવાાં આવશે, તળાવોનું વૈજ્ઞાાનિક ઢબે ક્લિનિગ કર્યા બાદ ૩થી ૪ મીટર ઊંડા કરાશે. એક વર્ષમાં કામગીરી પૂરી કર્યા બાદ બીજા તબક્કાનું આયોજન કરાશે. જેમાં તળાવોના બ્યુટિફિકેશન, તળાવ ફરતે કમ્પાઉન્ડ વોલ, લાઇટિંગ સહિત વરસાદી પાણી યોગ્ય રીતે તળાવમાં ભરાઇને તળમાં ઉતરે તે માટેની કામગીરી હાથ ધરવામાં આવશે.