વડોદરા APMC સામે કેળાના બિયારણ ભરેલી ટ્રક પલટી મારી જતા પાંચ કિલોમીટર ટ્રાફિક જામ
Vadodara Accident : વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં આજે એક ટ્રક પલટી જતા ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન વ્યવહાર પૂર્વ વાત કરવા પોલીસને દોડધામ કરવી પડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા એપીએમસીની સામેના રોડ પર એરફોર્સ બ્રિજ પહેલા કેળાનું બિયારણ ભરેલી એક ટ્રક પસાર થઈ રહી હતી તે દરમિયાન એસટી બસે ઓવરટેક કરતા ટ્રક ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ત્યારબાદ ધડાકા ભેર ટ્રક પલટી ગઈ હતી. જેને પગલે બિયારણની થેલીઓ રસ્તા ઉપર વેરવિખેર પડી હતી.
બનાવને પગલે વડોદરા પાસેના હાઇવે ઉપર ફરી એકવાર ટ્રાફિકજામ થયો હતો અને પાંચ કિલોમીટર સુધી વાહન ચાલકો અટવાયા હતા. હરણી પોલીસની ટીમ બનાવના સ્થળે દોડી આવી હતી અને વાહન વ્યવહાર પૂર્વવત્ કરાવવા જહેમત ઉઠાવી હતી.