વાંકાનેરના મહિકામાં જમીન વિવાદમાં
જમીન ખાલી કરી નાખ જે, નહીતર લેન્ડગ્રેબીંગ ફરીયાદ કરીશું કહી સરપંચે ધમકી આપી હતી
આ અંગે મહિકાગામે રહેતા વિનોદભાઈ ધરમશીભાઈ બાંભણીયા (ઉ.વ.૫૩) એ ગોબર ભરવાડ (રહે. સમઢીયાળા) વિઠ્ઠલ મોતીભાઈ ચાવડા, તેના પુત્ર ભરત (રહે. બને કોઠી, તા. વાંકાનેર) હનીફ (રહે. મહિકા) અને હેમેશ પટેલ સામે ફરીયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, ગઈ તા.૧૯નાં તે વાડીએ જતા હતા ત્યારે તેના પુત્ર કલ્પેશે ફોન કરી ગોબર ખેતરમાં વચ્ચેથી લોડર કાઢેલ છે. તેને ના પાડતા ઝઘડો કરવા લાગ્યા છે. આથી તે ખેતર પહોંચતાં ગોબર તેના બંને પુત્રો કલ્પેશ, વિશાલ અને ભત્રીજા યશ સાથે ઝપાઝરી કરતો અને ઢીકાપાટુનો માર મારતો જોવા મળ્યો હતો. બાદમાં હમણા ધોકો લઈને આવું છું, તમને મારી નાખવા છે. કહી ત્યાંથી જતો રહ્યો હતો.
જેથી તે ખેતર પાસે ગાયના વાડામાં જતા રહ્યા હતાં. થોડીવાર બાદ બુમાબુમ થતાં તે ખેતરમાં જતાં તેના બને પુત્રો અને ભત્રીજા ભાગતા હતા. તેમજ ભાગો ધોકા લઈને આવ્યા તેમ બુમ પાડતા હતાં. આ સમયે વિઠ્ઠલ, તેના પુત્ર ભરત અને ગોબર ધોકા લઈને આવતા હતાં. બાદમાં કલ્પેશે તેને જણાવ્યું કે, ત્રણેય આરોપી મારવા આવતા ઝેરી દવા પી લીધી હતી.
વધુમાં વિનોદભાઈએ જણાવ્યું કે, પંદરેક દિવસ પહેલા તે વાડીએ હતા ત્યારે વાડી નજીક નદીમાં તે અને સર્કલ ઓફિસર તેની વાડી પાસે આવ્યા હતાં. જયાં ગામના સરપંચ આરોપી હનીફની વાડી પાસે ઉભા રહી સર્કલ ઓફિસરે વાડી લીજમાં આવે છે, તમારા કાગળો લઈને આવજો તેમ જણાવ્યું હતું. આ સમયે સરપંચ હનીફે જમીન ખાલીકરી નાખજે, નહીતર તારા ઉપર લેન્ડ ગ્રેબિંગ ફરીયાદ કરશું. કહી ધમકી આપી હતી. જેના કારણે ત્રણેય પિતરાઈભાીોએ ઝેરી દવા પી લીધી હતી.


