ચાર લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને પાંચ હેક્ટર જમીન ખુલ્લી કરાઇ

સે-૩૦ની ડમ્પિંગ સાઈટમાં બાયોમાઇનિંગ પ્રક્રિયા દ્વારા
કોર્પોરેશન ડમ્પિંગ સાઇટ પર હવે અર્બન ફોરેસ્ટ ઉભુ કરશે ઃ નદી કિનારે મિયાવાકીથી એક લાખ વૃક્ષો વવાશે
આ કાર્યનો પ્રારંભ માર્ચ ૨૦૨૪માં બાયોમાઇનિંગ પ્રક્રિયા
દ્વારા થયો હતો. અત્યાધુનિક ટ્રોમીલ મશીનનો ઉપયોગ કરીને કચરાને અલગ કરવામાં આવ્યો.
આ પ્રક્રિયામાં ૧૫ આઈવા ટ્રક,
૭ એસ્કેવેટર જેસીબી,અને ૬
જેસીબી જેવા મોટા વાહનોનો રાત-દિવસ ઉપયોગ કરવામાં આવ્યો હતો. મે ૨૦૨૫ સુધીમાં
અંદાજિત ચાર લાખ મેટ્રિક ટન કચરાનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો છે. આ કામગીરી
પૂર્ણતાના આરે છે, જેના
પરિણામે મહાનગરપાલિકાને આશરે પાંચ હેક્ટર જેટલી વિશાળ જમીન પાછી મળી છે.
પાંચ હેક્ટર જમીન સાફ થયા બાદ તેને વૃક્ષારોપણ માટે તૈયાર કરવામાં આવી છે. આ સ્થળ પર બીજના જમનેશનનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. હવે આ જગ્યાને ફેન્સિંગ અને પિયતની વ્યવસ્થાથી સુરક્ષિત કરીને મિયાવાકી વનીકરણ પદ્ધતિ દ્વારા વૃક્ષો વાવવામાં આવશે. આ અભિયાન હેઠળ પીપળ, વડ, ઉમરો, નગોડ અને લીમડા જેવી સ્થાનિક પ્રજાતિના એક લાખથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.








