Gujarat

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા પાંચ ગેટ બંધ કરી દેવાયા

By GS TEAM
31 Aug 20251 min read
નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા પાંચ ગેટ બંધ કરી દેવાયા

રાજપીપળા,ઉપરવાસમાં ભારે વરસાદ બાદ પાણીની આવકમાં ધરખમ વધારો થતા નર્મદા ડેમમાં જળસપાટી બે દિવસ સુધી વધતી રહ્યા બાદ પાણીનો આવરો ઘટતા ડેમમાં પાણીનું લેવલ પણ ઘટી રહ્યું છે. ડેમના ૧૫ ગેટ ખોલ્યા હતા, તેમાંથી પાંચ બંધ કરી દેવાયા છે.

હાલ ૧૦ ગેટમાંથી પાણીની જાવક થઇ રહી છે. નદીમાં ૧૪૪૮૯૪ ક્યુસેક પાણી ઠલવાઇ રહ્યું છે. જ્યારે કેનાલમાં પાણીની જાવક ૨૩૦૬૫ ક્યુસેક છે. હાલ ડેમની સપાટી ૧૩૫.૭૮ મીટર છે. ડેમનું મહત્તમ લેવલ ૧૩૮.૬૮ મીટર છે. હાલ ડેમમાં પાણીનો ગ્રોસ સ્ટોરેજ ૮૫૫૨.૮૦ એમસીએમ છે. પાણીનો કુલ સંગ્રહ ૯૦.૪૧ ટકા છે.  ડેમમાં હાલ પાણીની આવક ૧૬૭૫૮૭ ક્યુસેક છે. ૧૫ ગેટ ખોલ્યા ત્યારે ૪ લાખથી વધધુ ક્યુસેક પાણી જઇ રહ્યું હતું. ગઇકાલે આવક ૨.૪૬ લાખ ક્યુસેક હતી, જેમાં હવે ઘટાડો શરૃ થયો છે.