Get The App

નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન

Updated: Sep 6th, 2025

GS TEAM

Google News
Google News
નવી સિવિલમાં સ્થાપિત પાંચ ગણેશ પ્રતિમાનું ભાવભેર વિસર્જન 1 - image


- રેડિયોલોજી વિભાગમાં,  એન.આઇ.સી.યુ, ઓર્થો. અને  મેડિસિન વોર્ડ, મેટ્રન ઓફિસ ખાતે અંગદાન  જાગૃતિ સાથે બાપ્પાને વિદાય

     સુરત, 

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આનંદ ઉલ્લા સાથે ગણેશ ઉત્સવ ઉજવાયા બાદ આજે શનિવારે સિવિલના વિવિધ વિભાગ અને વોર્ડમાં પાંચ ગણપતિ દાદાની પ્રતિમાનું  ડોક્ટર, નર્સિગ સ્ટાફ સહિતનો સ્ટાફ દ્વારા વિસર્જન કરવામાં આવ્યું  હતું. 


સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દી તથા વોર્ડમાં દાખલ દર્દીઓ જલદી સાજા થાય, લોકો મુસીબતો દુર રહે, રોગચાળો નહીં ફેલાઈ, લોકો સુધી સમદ્ર રહે અને વિઘ્નહર્તા  તમામનું વિઘ્ન દુર કરે એવી ભાવના સાથે નવી સિવિલના રેડિયોલોજી વિભાગમાં,  એન.આઇ.સી.યુ, ઓર્થોપેડીક વોર્ડ, મેડિસિન વોર્ડ, મેટ્રન ઓફિસ ખાતે શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂતીઓને દસ દિવસ સુધી પૂજા અર્ચના નર્સિંગ સ્ટાફ, ડોકટરો સહિત સ્ટાફ દ્રારા સવાર અને સાંજે આરતી કરી હતી. એટલુ નહી પણ ત્યાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી અને શીખ એમ બધા જ ધર્મનાં ભાઈ -બહેનએ વિચારધારા સાથે તમામ સમુદાયના નર્સિગ  સ્ટાફ, ડોકટરો  સહિતના કર્મચારીઓ વિધ્નહર્તાની પૂજા અર્ચના કરી હતી.

બાદમાં આજે શનિવારે સવારે વિવિધ વોર્ડ અને ઓ.પી.ડીમાં વારા ફરતી પાણી ભરેલા ટબમાં  શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ. જેમાં મેટ્રન ઓફિસ ખાતે  અંગદાન મહાદન દાન અંગે જાગૃતિ  ફેલાવીને અનોખી રીતે  વિસર્જન કરવામાં આવ્યુ હતું એવું  સિવિલના આર.એમ.ઓ ડો. કેતન નાયક અને નર્સિગ અગ્રણી ઇકબાલ કડીવાલે જણાવ્યું હતું.

Tags :