વડોદરામાં ન્યુ અલકાપુરીની હોટલમાં જુગાર રમતા પાંચ જુગારીયા પકડાયા
Vadodara Gambing Raid : વડોદરાના ન્યુ અલકાપુરી વિસ્તારની એક હોટલમાં પોલીસે દરોડો પાડી પાંચ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.
ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલી શ્રી પશુપતિનાથ હોટલના 407 નંબરના રૂમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની વિગતોને પગલે લક્ષ્મીપુરા પોલીસે મોડી સાંજે દરોડો પાડ્યો હતો. પોલીસે પાંચ જણાને ઝડપી પાડી રોકડા રૂ.16000 અને ચાર મોબાઇલ મળી અડધો લાખની મતા કબજે કરી હતી.
પોલીસે પકડેલા જુગારીયાઓમાં (1) જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી (2) કિરણ રાજેશભાઈ ચૌહાણ (બંને રહે-ચંદ્ર મૌલેશ્વર નગર, ગોત્રી) (3) મિતેશ હર્ષદભાઈ જોશી (સંસ્કાર નગર, ગોત્રી) (4) દિલ શેરખાન મલ્લુ ખાન મલેક (રહે-તુફિયા પાર્કની પાસે પ્રિન્સ સોસાયટી, વિશાલા, અમદાવાદ) અને (5) રોનક વિષ્ણુભાઈ બારોટ (સાઈ શરણમ ફ્લેટ, સંપતરામ કોલોની, અલકાપુરી)નો સમાવેશ થાય છે.