Get The App

કલોલમાંથી ગેરકાયદે રેતી સાથે પાંચ ડમ્પર પકડાયા : એક કરોડનો મુદ્દામાલ જપ્ત

Updated: Jan 28th, 2025

GS TEAM


Google News
Google News
કલોલમાંથી ગેરકાયદે રેતી સાથે પાંચ ડમ્પર પકડાયા : એક કરોડનો મુદ્દામાલ જપ્ત 1 - image


ગાંધીનગરમાં ખનીજ ચોરો સામે કલેક્ટર તંત્રની કાર્યવાહી યથાવત્

છેલ્લા એક મહિનાથી કરવામાં આવેલી કામગીરી દરમિયાન ૩૦થી વધુ વાહનો જપ્ત કરી લેવામાં આવ્યાં

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં બેફામપણે રેતી ચોરીની ફરિયાદો વધી છે ત્યારે કલેકટરની સૂચનાથી જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી કલોલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી સાથે વધુ ચાર અને ઉવારસદમાંથી એક ડમ્પર ઝડપી લેવામાં આવ્યા છે અને ૧.૦૫ કરોડ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર કલેકટર મેહુલ દવે દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટે કરવામાં આવેલા કડક કાર્યવાહીના આદેશને પગલે ભૂસ્તર શાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના થકી ગાંધીનગર જિલ્લાના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી, ભૂસ્તર વિજ્ઞાાન અને ખનીજ ખાતાની  સમગ્ર ટીમ દ્વારા અલગ અલગ સ્થળે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં રાત્રી અને દિવસે કરાયેલી તપાસમાં સાદી રેતી ખનીજના કુલ પાંચ બિન અધિકૃત વાહન જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં કલોલ તાલુકાના છત્રાલ પાસે સાદી રેતી ચોરતા જેસીબી અને બે ડમ્પરને પકડી લેવામાં આવ્યા હતા. તો કલોલ તાલુકાના પલિયડ પાસેથી રોયલ્ટી પાસ વગર સાદી રેતી લઈ જતા ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું હતું આ ઉપરાંત ગાંધીનગરના ઉવારસદ પાસેથી સાદી માટી ભરેલા અને રોયલ્ટી પાસ વગરના ડમ્પરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પાંચ વાહનો મળીને આશરે ૧.૦૫ કરોડ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરેલ વાહનોના વાહનમાલિકો વિરૃધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ  ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એક મહિનાથી કરવામાં આવેલી આ કામગીરી દરમિયાન ૩૦થી વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને આગામી દિવસમાં પણ ખનીજ ચોરો સામે આ જ પ્રકારની કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે.

Tags :