વડોદરાના લક્ષ્મીપુરામાં જાહેરમાં બકવાસ કરતા પાંચ પીધેલા મિત્રો પકડાયા
Vadodara : વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં નશામાં ચૂર હાલતમાં બકવાસ કરતા પાંચ મિત્રોને પોલીસે ઝડપી પાડ્યા હતા.
લક્ષ્મીપુરા વિસ્તારની નવીવસાહત નજીક પોલીસ પેટ્રોલિંગમાં નીકળી તે દરમિયાન ત્યાં બેઠેલા પાંચ જણા બેફામ ઉચ્ચારણો કરતા હતા. જેથી પોલીસને શંકા જતાં તમામને તપાસ્યા હતા. 45 વર્ષની આસપાસની વયના પાંચેય મિત્રો દારૂ પીધેલી હાલતમાં જણાઈ આવતાં તમામની અટકાયત કરવામાં આવી હતી.
પકડાયેલાઓમા નિલેશ ગણપતભાઈ પઢીયાર (વિજયનગર, લક્ષ્મીપુરા), વિનોદ બાબુરાવ સુર્વે (રાજલક્ષ્મી સોસાયટી લક્ષ્મીપુરા), જગદીશ ઉદેસિંહભાઈ ગોહિલ (વિજયનગર,લક્ષ્મીપુરા), અર્જુન ગોરધનભાઈ જાદવ (નવીનગરી વસાહત લક્ષ્મીપુરા મૂળ પેટલાદ)અને રણજીતસિંહ બળવંતસિંહ રાઠોડ (વિજયનગર,લક્ષ્મીપુરા) નો સમાવેશ થાય છે.