Get The App

નવી સિવિલમાં 17 દિવસથી પાંચ ડાયાલિસિસ મશીન બંધ છતા તંત્ર ઉદાસિન

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
નવી સિવિલમાં 17 દિવસથી પાંચ ડાયાલિસિસ મશીન બંધ છતા તંત્ર ઉદાસિન 1 - image


- આર.ઓ પ્લાન્ટમાં ખામી હોવાને લીધે મશીન ઠપ થયા : ટેકનીશીયન રિપેર કરી દેશે તે વાતને પણ સપ્તાહ વીતી ગયું

 સુરત,:

દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલને ખાનગી હોસ્પિટલ જેવી આધુનિક સુવિધા વાળી બનાવાની વાત વચ્ચે સુરત નવી સિવિલમાં ડાયાલિસિસ સેન્ટરમાં છેલ્લા ૧૫ થી ૧૭ દિવસથી પાંચ જેટલા ડાયાલિસિસ મશીન બંધ છે. છતાં સરકારી તંત્ર દ્વારા આ અંગે બેજવાબદારી અને ગંભીર દાખવતા નહીં હોવાથી દર્દીઓ અને તેમના સંબંધીઓ હાલાકી યથાવત રહેવા પામી છે.

નવી સિવિલમાં 17 દિવસથી પાંચ ડાયાલિસિસ મશીન બંધ છતા તંત્ર ઉદાસિન 2 - image

સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ કિડનીની તકલીફ ધરાવતા દર્દીઓ માટે ડાયાલિસિસ મહત્વનું હોય છે. નવી સિવિલની કિડની બિલ્ડીંગ ચોથા માળે આવેલા ડાયાલિસિસ સેન્ટરમાં ૧૪ ડાયલિસિસ મશીન છે. જેમાં બે મશીન એચઆઈવી જેવા દર્દીઓ માટે રિઝર્વ મૂકવામાં આવે છે. આ સેન્ટરમાં પ્રતિદિન અંદાજીત ૩૦ થી વધુ ગરીબ સહિતના દર્દીઓ ડાયાલિસિસ કરાવવા માટે આવે છે. આવા સંજોગોમાં આ સેન્ટરમાં છેલ્લા ૧૫થી૧૭ દિવસથી આરો પ્લાન્ટ કોઇ ખામી હોવાના લીધે મશીન બંધ રાખવાની નોબત અવી છે. આ મશીન એક- બે નહીં પણ ચાર- પાંચ મશીન બંધ હોવાનુ સુત્રો જણાવ્યું હતું. આ અંગે હકીકત જાણવા માટે સિવિલના તબીબી અધિક્ષિક ડો. ધારીત્રી પરમારને ફોન કરવામાં આવ્યો હતો પણ તેમણે રિર્સીવ કર્યો ન હતો.

નોધનીય છે કે, છ દિવસ પહેલા સિવિલના એક અધિકારીએ બળગા ફુકીને કહ્યુ હતુ કે, અમદાવાદ ખાતે આઇ.કે.ડીમાં જાણ કરી છે અને ત્યાં ટેકનીશીયન આવીને આગામી દિવસમાં જલ્દી શરૃ થઇ જશે, જોકે તે વાતને આજે છ દિવસ વિતી ગયા છે, છતાં મશીનો ચાલુ કરવામાં આવ્યા નથી, સિવિલના અધિકારી કે અમદાવાદ ખાતેની ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ (આઈ.કે.ડી) કે આરોગ્ય વિભાગ અધિકારીઓ આ અંગે જરા પણ ગંભીરતા દાખવતા નથી અને લાલિયાવાડી દાખવી રહ્યા છે. જોકે પાંચ ડાયાલિસિસ બંધ રહેતા હોવાથી આ સેન્ટર ખાતે દર્દીઓ અને તેમને સંબંધીઓ ત્યાં કલાક સુધી ત્યાં બેસી રહ્યા પછી નંબર લાગતો હોવાનું જાણવા મળે છે.  આવા સંજોગોમાં છેલ્લા ૧૫થી૧૭ દિવસથી ડાયાલિસિસ મશીન ચાલુ કરવામાં આવ્યા નહી હોવાથી ડાયાલિસિસ કરાવવા આવતા એવા કિડની તકલીફ ધરાવતા દર્દીઓ અને તેમના સંબંધીઓ મુકશ્કેલીઓ યથાવત રહેવા પામી છે.

Tags :