પાંચ દિવસ સર્વેની ઝુંબેશઃએક હજાર પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવ્યાં
કમોસમી વરસાદની આફત બાદ વિશ્વ ડેન્ગ્યુ દિવસ અંતર્ગત
શહેરમાં આવેલી છ હોસ્પિટલ, ત્રણ બેંક, ૩૪ શાળા, ૨૩ આંગણવાડી, ચાર ડેરી, સાત પંચાયત ઘર મચ્છર ઉત્પત્તિ સ્થાન
આ ઝુંબેશ અંતર્ગત ટીમો દ્વારા ૨૪૩ હોસ્પિટલોમાંથી ૨૨૦
હોસ્પિટલોનું ચેકિંગ કરવામાં આવ્યું,
જેમાં ૬ જગ્યાએ મચ્છરના પોરા જોવા મળ્યા હતા. ૨૦૯ બેંક અને પોસ્ટ ઓફિસોમાંથી ૩
જગ્યાએ, ૬૨૨
શાળાઓમાંથી ૩૪ જગ્યાએ, ૭૭૧
આંગણવાડીઓમાંથી ૨૩ જગ્યાએ,
૨૭૫ પંચાયતોમાંથી ૭ જગ્યાએ અને ૩૫૫ ડેરીમાંથી ૪ જગ્યાએ મચ્છરના પોરા મળ્યા
હતા. તમામ પોરા ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો છે.
મચ્છર ઉત્પતિ મળેલી સંસ્થાઓના વડાઓને સ્થળ પર બોલાવીને
મચ્છરના લારવા બતાવવામાં આવ્યા અને રોગો અટકાવવાના ઉપાયો વિશે જાગૃતિ લાવવામાં આવી
હતી.આ ઝુંબેશ વિશ્વ ડેન્ગ્યુ દિવસના સંદર્ભે લોકોને મચ્છરજન્ય રોગો સામે સતર્ક થવા
માટે ઉદ્દેશિત છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદી સિઝન પહેલા જ મચ્છરના પોરા ઉત્પત્તિ સ્થળોનો નાશ
કરવાથી ડેન્ગ્યુ સહિતના રોગોનું જોખમ ઘટાડવામાં સહાય મળશે.