Get The App

બનાવટી વીમા પોલીસીના કેસમાં આરોપીના પ દિવસના રિમાન્ડ મંજુર

અગાઉ ખંડણી, હથિયારબધી, દારૂબંધી સહિત પાંચ ગુના દાખલ થયા છે

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
બનાવટી વીમા પોલીસીના કેસમાં આરોપીના પ દિવસના રિમાન્ડ મંજુર 1 - image

ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેક્નોલોજીના માલિકે ખોટી વીમા પોલિસી જેટકો કંપનીમાં રજૂ કરવાના કેસમાં કોર્ટે આજે આરોપીના ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

માંજલપુરની શીતલ કુંજ સોસાયટીમાં રહેતા અલ્પેશ હરિલાલ રાણા જી.ઈ.બી. જેટકોમાં જાંબુવા કચેરીમાં કાર્યપાલક ઈજનેર તરીકે નોકરી કરે છે. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨ જી મે ના રોજ અમારી હેડ ઓફિસથી ભવાની એનર્જી સોલ્યુશન એન્ડ ટેકનોલોજી રાજકોટના માલિક ગિરીશ નાનજીભાઈ સોલંકી (રહે. વેસેન્ઝા હાઈડેક, ગાર્ડિયન ટાવર, કલાલી રોડ, વડોદરા મૂળ રહે. રાજકોટ) ને મંજુસરથી વાસણા કાંતરિયા લાઈન માટે અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનો ૭.૦૨ કરોડનો લેબર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. કામ કરતા માણસોનો વીમો લેવાનું ફરજીયાત હોય છે. ગિરીશભાઇએ ઇક્કો ટોકયો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિ.ની વીમા પોલિસી રજૂ કરી હતી, જેની ખરાઈ કરાતા તે બનાવટી હોવાનું જણાયું હતું.