ચકલી સર્કલ પાસેના કોમ્પલેક્ષની અગાસી પર દારૂની મહેફિલ માણતા પાંચ ઝડપાયા
અકોટા પોલીસને માહિતી મળી હતી કે ચકલી સર્કલ પાસે આવેલ ગોલ્ડન આઇકોન કોમ્પ્લેક્સના અગાસી પર દારૂની મહેફિલ ચાલી રહી છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા અગાસી પર પાંચ લોકો ખુરશી પર બેઠા હતા અને દારૂની બોટલ સાથે મહેફિલ ચાલી રહી હતી. પોલીસની એન્ટ્રી પડતા જ તેઓના હોંશ ઉડી ગયા હતા. પોલીસે સ્થળ પરથી (1) રવિ હિતેશભાઈ પટેલ ઉંમર વર્ષ 30, રહે, લાભ રેસીડન્સી માંજલપુર. (2) કુણાલ કૃષ્ણકાંતભાઈ લખતર્યા રહે, કાઈ હારમોની ફ્લેટ અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડની બાજુમાં કારેલીબાગ. (3) દિવ્યેશ ઉમેદભાઈ પરમાર રહે વેરાઈ માતા મંદિર પાસે સેવાસી. (4) દિલીપકુમાર મનુભાઈ વણકર રહે રાધેશ્યામ ફ્લેટ જેતલપુર. (5) માજીદ સિરાજભાઈ શેખ રહે મહાવત ફળિયા હાથી ખાના.