Get The App

આણંદની પાંચ બેકરીઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા રૂા. 1.05 લાખનો દંડ

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
આણંદની પાંચ બેકરીઓમાં સ્વચ્છતાનો અભાવ જણાતા રૂા. 1.05 લાખનો દંડ 1 - image


મચ્છરોની ઉત્પત્તિવાળા 7 ખાદ્ય એકમો પણ દંડાયા

મનપા દ્વારા એક દિવસમાં જ 12 એકમો પાસેથી રૂા. 1.13 લાખના દંડની વસૂલાત કરાતા ફફડાટ 

આણંદ: આણંદ મનપા વિસ્તારમાં પાંચ બેકરીમાં તપાસ કરતા સ્વચ્છતાનો અભાવ જણાતા રૂા. ૧.૦૫ લાખનો વહિવટી ચાર્જ વસૂલાયો હતો. જ્યારે સાત ખાદ્ય એકમોમાં મચ્છરોની ઉત્પત્તિ જણાતા રૂા. ૮,૮૦૦ દંડની વસૂલાત કરાઈ હતી.

આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના બેકરી, હરીશ બેકરી, ન્યુ લક્ષ્મી બેકરી, એ-વન બેકરી, સિલ્વર સુપર બેકરી અને સદાશિવ બેકરી ખાતે આકસ્મિક તપાસ કરતા સ્વચ્છતાનો અભાવ જોવા મળતા સ્થળ ઉપર જ જરૂરી વહીવટી ચાર્જ પેટે રૂપિયા ૧.૦૫ લાખની વસૂલાત કરવામાં આવી હતી.

આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા આણંદ મનપા વિસ્તારમાં આવેલી ક્રિસન્ટ રેસ્ટોરન્ટ, બોમ્બે બિરયાની પોઇન્ટ, ઇમરાન તવા ફ્રાય એન્ડ ચાઈનીઝ, મોહમ્મદ ફૈઝાન ભાઈ, બબલુભાઈ, ઇમરાન તવા ફ્રાય સેન્ટર અને ઇમરાન અન્સારીના ખાદ્ય એકમો ખાતે આકસ્મિક તપાસ કરતા સ્વચ્છતાનો અભાવ જણાતા તથા મચ્છરોની ઉત્પત્તિ થયેલી માલુમ પડતા એકમો પાસેથી રૂપિયા ૮૮૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી.

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા એક જ દિવસમાં વિવિધ એકમો ખાતે આકસ્મિક તપાસ કરતા સ્વચ્છતાનો અભાવ અને મચ્છર ઉત્પત્તિ માટે કરવામાં આવેલ દંડ પેટે રૂપિયા ૧,૧૩,૮૦૦ વસુલાત કરવામાં આવી છે.

Tags :