Get The App

ચૂંઇ ગેંગના સુરજ કહાર સહિત પાંચ આરોપી આઠ દિવસના રિમાન્ડ પર

ચૂંઇ ગેંગને પદડા પાછળથી મદદ કરનારા શખ્સોની તપાસ કરવામાં આવશે

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
ચૂંઇ ગેંગના સુરજ કહાર સહિત પાંચ આરોપી આઠ દિવસના રિમાન્ડ પર 1 - image


વડોદરા : આજવા રોડ અને પાણીગેટ વિસ્તારમાં ખૂન, ખૂનની કોશિશ, રાયોટિંગ, મારામારી, ધમકી અને દારૃની  પ્રવૃત્તિઓ આચરી આતંકનો માહોલ ઉભો કરનારી ચૂંઇ ગેંગના સાત સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આજે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે આરોપીઓના તા.૧ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કેત્રણ દિવસ પહેલા જ કુણાલ કહારે પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે એક યુવક પર જીપ ચઢાવી દઇ તેને કચડી નાંખવાની કોશિશ કરી  હતી. ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચતા કુણાલનો ભાઇ સૂરજ કહાર પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં જ પોલીસની હાજરીમાં ફરિયાદ કરવા આવેલા યુવકને મોંઢા પર ફેંટ મારી દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ચૂંઇ સામે ૪૧ ગુનાઓ નોંધાયેલા છે અને આ બનાવ બાદ પોલીસે સુરજ કહારની ગેંગ સામેની તપાસ શરુ કરતા તેની ગેંગ દ્વારા દસ વર્ષમાં ૧૨૮ ગુનાઓ આચર્યા હોઇ સાત આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી સૂરજ ઉર્ફે ચૂઇ રમણલાલ કહાર (રહે.ગાયત્રી ભુવન આજવા રોડ)દિપક દશરથભાઇ કહાર (રહે.બાવામાનપુરા,પાણીગેટ)પાર્થ ઉર્ફે સોનુ રાજુભાઇ બ્રહ્મભટ્ટ (રહે.રતિલાલ પાર્ક, વાઘોડિયા રોડ) પ્રદિપ ઠાકોરભાઇ ઠક્કર (પરિવાર સોસાયટી, વાઘોડિયા રોડ) અને રવિ સુભાષભાઇ માછી (રહે.મહાદેવ ચોક,કિશનવાડી)ની ધરપકડ કરી હતી.

આજે આ તમામ આરોપીને અદાલતમાં રજૂ કરી તપાસ અધિકારીએ આરોપીના ૩૦ દિવસના રિમાન્ડની માંગણી કરતા સ્પેશ્યલ સરકારી રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, ગુનામાં હજી કુણાલ રમણલાલ કહાર (રહે.ગાયત્રી ભુવન આજવા રોડ) અને અરૃણ જયેશભાઇ માછી (રહે. કિશનવાડી, મહાદેવ ચોક)ની ધરપકડ કરવાની છે. અન્ય કેટલા લોકો ભોગ બન્યાં છે તેની વિગતો એકત્રીત કરવાની છે. આરોપીઓના ઘરે જડતી લેવાની છે અને તેમણે કેટલા મોબાઇલ ફોન અને સીમકાર્ડનો ઉપયોગ કર્યો છે તેની વિગતો મેળવવાની છે.

આરોપીઓએ વારંવાર ગુના આચર્યા છે ત્યારે તેમને કાયદાકીય સલાહ કોણ આપે છે તેની વિગતો મેળવવાની છે. આરોપીના આશ્રયસ્થાનો અને મદદગારોની વિગતો મેળવવાની છે. ન્યાયાધીશે તમામ આરોપીના તા.૧ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

Tags :