જામનગરમાં જાગૃતિ સોસાયટીમાંથી ઘોડીપાસા વડે જુગાર રમી રહેલા પાંચ આરોપીઓ પકડાયા

જામનગરના જાગૃતિ સોસાયટી વિસ્તારમાં ગઈકાલે રાત્રે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે જુગાર અંગે દરોડો પાડ્યો હતો, અને ઘોડીપાસાનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોની અટકાયત કરી લીધી છે.
જામનગરમાં જાગૃતિ નગર વિસ્તારમાંથી જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમી રહેલા અલ્તાફ હારુનભાઈ ખફી, આરીફ યુસુફભાઈ ખફી, નરેશ અરજણભાઈ સાદીયા, શબીર ગફારભાઈ જસાણી અને ગોવિંદ ચીથરભાઈ ભીલ વગેરેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 11,100ની રોકડ રકમ અને ઘોડીપાસાનું સાહિત્ય કબજે કર્યું છે.