Get The App

રાજપીપળાના પેલેસમાંથી રોયલ પિસ્તોલ સહિતની ચોરીનો કેસ, પાંચ આરોપી ઝડપાયા

Updated: Jan 16th, 2025

GS TEAM


Google News
Google News
રાજપીપળાના પેલેસમાંથી રોયલ પિસ્તોલ સહિતની ચોરીનો કેસ, પાંચ આરોપી ઝડપાયા 1 - image


Rajpipla Royal Palace Theft Case: રાજપીપળાના રાજવંત પેલેસમાંથી થયેલી રોયલ પિસ્તોલની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ મામલે પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ રાજવંત પેલેસમાંથી રોયલ પિસ્તોલ અને રાજાની સહીવાળા ચેક ચોરી કર્યા હતા. આ ઉપરાંત આ ચેક વટાવીને વાહન ખરીદ્યા હતા.

જાણો શું છે મામલો

રાજપીપળાના મહારાજાની રોયલ પિસ્તોલ રાજવંત પેલેસમાં ચોરી થયાની યુવરાજ માન્વેન્દ્રસિંહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં માનવેન્દ્રસિંહ રઘુવીરસિંહ ગોહિલના પિતાના નામે ઈસ્યુ થયેલી સિંગલ બેરલ પિસ્તોલ  ચોથી જાન્યુઆરીથી 10મી જાન્યુઆરી દરમિયાન ચોરી થઈ હતી. આ ઘટના બાદ નર્મદા એલસીબીની ટીમે આરોપી સંજય મદુકર રાજાને અમદાવાદથી ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: મહાકુંભમાં 'કાંટે વાલે બાબા' ને જોઈ ચોંક્યા ભક્તો, 50 વર્ષથી કાંટાના ઢગલા પર કરે છે તપસ્યા?


પકડાયેલા આરોપી સંજય મધુકર રાજાની પૂછપરછ કરતા અન્ય આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો. આરોપી મીત, અરબાજ ઉર્ફે અજ્જુ, રિઝવાન, ફરહાને મોજશોખ પૂરા કરવા માટે સાથે મળી મહારાજા રઘુવિરસિંહની ઉંમર તથા શારીરીક અશક્તતાનો લાભ ઉઠાવી મહેલમાંથી નાની-મોટી ચીજ વસ્તુઓ તથા મહારાજાની સહીઓ કરેલા કોરા ચેક મળીને 10.40 લાખ રૂપિયાની ચોરી કરી હતી.

હાલ પોલીસે સંજય મધુકર રાજા, મીત કલ્પેશભાઇ રાવલ, અરબાજ ઉર્ફે અજ્જુ મનસુરખાન પઠાણ,રિઝવાન લિયાકત મલેક અને ફરહાન ઇકરામ હુસેન રાઠોડને જેલહવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળાના પેલેસમાંથી રોયલ પિસ્તોલ સહિતની ચોરીનો કેસ, પાંચ આરોપી ઝડપાયા 2 - image

Tags :