Get The App

રાજકોટ બાયપાસ રોડ પર લૂંટ ચલાવનાર પાંચ આરોપી ઝડપાયા

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટ બાયપાસ રોડ પર લૂંટ ચલાવનાર પાંચ આરોપી ઝડપાયા 1 - image


વાહનોના નુકસાન પહોંચાડી રોફ જમાવતા હતા

રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકોને હથિયારો બતાવી રોકડ રકમની લૂંટ ચલાવતા હતા

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેરમાં રાજકોટ બાયપાસ રોડ પર પાંચ શખ્સો દ્વારા લોખંડના પાઈપ, છરી, પથ્થરો સહિતના હથિયારો વડે એક બાઈકચાલકને મારમારી રોકડ રકમની લુંટ ચલાવી હતી.પોલીસે ગુનો નોંધી પાંચેય આરોપીને ઝડપી પાડયા હતા.

રાજકોટ બાયપાસ રોડ પર રહેતા ઉમેશભાઈ વજુભાઈ ઉલવા બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે ખાનગી પાર્ટી પ્લોટ પાસે પાંચ જેટલા શખ્સોએ રોકી લોખંડના પાઈપ, છરી, ચામડાનો પટ્ટો, પથ્થરો બતાવ્યા હતા અને ઉમેશભાઈને પકડી રાખી ખીસ્સામાંથી રોકડ રૃા.૫,૦૦૦ની લુંટ ચલાવી હતી તેમજ રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોને પણ ઉભા રાખી વાહનોના કાચ તોડી નુકશાન પહોંચાડયું હતું. જેની ફરિયાદ નોંધાતા વઢવાણ પોલીસે લુંટ તેમજ મારમારનાર કૌશીક વિઠ્ઠલભાઈ સોલંકી, યશ હિંમતભાઈ ઉર્ફે પપ્પુુભાઈ સોલંકી (બંને રહે.લીમલી), આનંદભાઈ ઉર્ફે આનંદો ઉર્ફે તરૃણ રમેશભાઈ મકવાણા (રહે.જોરાવરનગર), વરૃણ ઉર્ફે અનસુ વિજયભાઈ ચૌહાણ (રહે.ગણપતિ ફાટસર) અને જીગ્નેશ ઉર્ફે જેકી હસમુખભાઈ પારધી (રહે.રતનપર)ને ઝડપી પાડયો હતો.


Tags :