Gujarat

કાર છાપરામાં ઘૂસી પાંચ લાકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ

By GS TEAM
16 Dec 20252 mins read
કાર છાપરામાં ઘૂસી પાંચ લાકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ

અમદાવાદ, મંગળવાર

પૂર્વ વિસ્તારમાં રફતારનો કહેર થયાવત છે, રામોલ વિસ્તારમાં ગઇકાલે મધરાતે શ્રમજીવી પરિવારના સભ્યો મીઠી નિંદર  માણી રહ્યા હતા. આ સમયે ંમાતેલા સાંઢની જેમ કાર ચાલકે કાર હંકારીને સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા કાર સીધી છાપરમાં ઘૂસી હતી જેમાં મહિલા અને બાળકો સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે કારના ડ્રાઇવર સામે ગુનો નોેંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલા, બાળકો સહિત ઉપર કાર ફરી વળી બુમાબુમ થતાં લોકો દોડી આવ્યા ઉંચી કરીને કાર બહાર કાઢી ઃ ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ

રામોલ તળાવ પાસે છાપરમાં રહેતા અને મજૂરી કામ કરતા મુકેશભાઇએ ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે જમી પરવારીને પરિવાર સાથે સૂતા હતા જ્યાં મધરાતે ચાલકે કારને પૂરઝડપે હંકારતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા કાર સીધી છાપરામાં ઘૂસી ગઇ હતી અને  કાર છાપરામાં ફસાઇ હતી.

કાર ઉપર ચઢી જતા ફરિયાદીને પગે તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી તેમજ યુવકની પત્નીને પેટના ભાગે અને છાતીના ભાગે ઇજાઓ કરી હતી તેમજ તેમના દીકરા અને દીકરી ઉપરાંત બાજુના છાપરામાં રહેતા યુવકને છાતી અને પગમાં ઇજા થતાં બુમાબુમ થતાં આસપાસના લોકો દોેડી આવ્યા હતા અને કારને ઉંચી કરીને બહાર કાઢીને ગંભીર રીતે ઘાયલને સારવાર માટે એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.