ગુજરાતમાં 1 જૂનથી 15 ઓગસ્ટ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી પર પ્રતિબંધ, મત્સ્યોદ્યોગ કમિશનરનો આદેશ
Gandhinagar News : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગાંધીનગરના મત્સ્યોદ્યોગ કમિશનરે માછીમારોને લઈને સૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં 1 જૂનથી 15 ઓગષ્ટ, 2025 સુધી યાંત્રિક બોટ દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પ્રતિબંધમાંથી નોન મોટરાઈઝડ ક્રાફટને બાકાત રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અરબ સાગરમાં દર વર્ષે સક્રિય ચોમાસાની ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા પણ આ પ્રકારે માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના વર્ષ 1997ના કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ વિભાગના હુકમ પ્રમાણે ગુજરાતના મત્સ્યોદ્યોગ કમિશનર દ્વારા પશ્વિમ દરિયાઈ કાંઠા વિસ્તારમાં 1 જૂનથી 15 ઓગષ્ટ, 2025 સુધીમાં એટલે કે 61 દિવસનો સમયગાળો ફિશીંગ બાન જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 27 મે સુધી પવન-ગાજવીજ સાથે વરસાદની આગાહી, 9 જિલ્લામાં યલો ઍલર્ટ
જેને લઈ રાજ્યમાં દરિયાઈ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં યાંત્રિક બોટને લઈને માછીમારી પર પ્રતિબંધ મુકાયો છે. જેમાં લાકડાની બિન યાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી તથા પગડિયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે. આ ઉપરાંત સરકારના આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યોધોગ કાયદો- 2003ની કલમ -6/1(ટ)ના ભંગ બદલ કલમ-21/1 (ચ) મુજબ દંડ કરવાની પણ સૂચના માછીમારોને લેખિતમાં આપવામાં આવી છે.