Gujarat

જામનગર નજીક સચાણામાં રહેતા માછીમાર યુવાન પર પાણીના પ્રશ્ને ત્રણ પાડોશી પુત્રોનો છરી વડે હુમલો : પોલીસ ફરિયાદ

By GS TEAM
9 Jul 20251 min read
TukuTouch Logo
જામનગર નજીક સચાણા ગામમાં રહેતા અને માછીમારી કરતા જુબેર હુશન જાકુબભાઇ ગંઢાર નામના 19 વર્ષના યુવાને પોતાના ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ પાડોશીઓ આદમ ઈસ્માઈલભાઈ ગંઢાર તેમજ જાવીદ આદમભાઈ અને ઇસ્માઇલ આદમભાઈ નામના પિતા પુત્રો સામે ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક સચાણામાં રહેતા માછીમાર યુવાન પર પાણીના પ્રશ્ને ત્રણ પાડોશી પુત્રોનો છરી વડે હુમલો : પોલીસ ફરિયાદ

Jamnagar Crime : જામનગર નજીક સચાણા ગામમાં રહેતા અને માછીમારી કરતા જુબેર હુશન જાકુબભાઇ ગંઢાર નામના 19 વર્ષના યુવાને પોતાના ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પોતાના જ પાડોશીઓ આદમ ઈસ્માઈલભાઈ ગંઢાર તેમજ જાવીદ આદમભાઈ અને ઇસ્માઇલ આદમભાઈ નામના પિતા પુત્રો સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ઝુબેર ભાઈના ઘેર છેલ્લા કેટલાક દિવસથી પાણી આવતું ન હોવાના કારણે તે બાબતે પાડોશમાં રહેતા આદમભાઈ ગંઢારને ત્યાં પૂછપરછ કરવા માટે ગયા હતા, જ્યાં બંને વચ્ચે બોલાચારી થઈ હતી. ત્યારબાદ તેના બંને પુત્રો પણ આવી ગયા હતા, અને ત્રણેય પિતા પુત્રએ એક સંપ કરી જુબેરભાઈ પર છરી અને ધોકા વડે હુમલો કરી દેતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે, અને પોલીસે આરોપી પિતા પુત્રો સામે ગુનો નોંધ્યો છે.