જામનગરન જીક બેડીના દરિયાઈ વિસ્તારમાં પ્રતિબંધિત હોય તેવી માછીમારીની ઝાળી સાથે માછીમાર ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક બેડીના દરિયામાં એક માછીમાર યુવાન દરિયામાં પ્રતિબંધિત હોય તેવી માછીમારીની જાળીનો ઉપયોગ કરીને ગેરકાયદે માછીમારી કરતાં પકડાયો હોવાથી તેની સામે જામનગરના બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુજરાત ફીશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અને ગુજરાત ફીશરીઝ એક્ટની કલમ 21(1)(ચ) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ તા. 04/04/2026ના રોજ સાંજે બેડી મરીન પોલીસ સ્ટાફ દ્વારા થાણાથી પશ્ચિમે આશરે 2 કિ.મી. દૂર જુના બંદર જેટી સામેના કાંઠે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તે દરમિયાન હનીફ ઈબ્રાહીમભાઈ સંઘાર (ઉ.વ. 35), રહે. સલાયા ગામ, તા. જામ ખંભાળીયા, જી. દેવભૂમિ દ્વારકા, પોતાના કબ્જાની બોટમાં પ્રતિબંધિત માછીમારી સાધનો સાથે ઝડપાયા હતા.
તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે આરોપી દ્વારા 40 એમ.એમ.થી નાની સાઈઝની “ડિસ્કો ગુંજો” નામની જાળ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે નિયમ મુજબ પ્રતિબંધિત છે. આ અંગે નિયમની જાણ હોવા છતાં તેનો ભંગ કરવામાં આવતા ગુનો નોંધાયો હતો.
પોલીસ દ્વારા આરોપીને બી.એન.એસ.એસ. કલમ 35(3) મુજબ નોટીસ આપી મુક્ત કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.








