લીંબડીમાં આજે પ્રથમવાર રથયાત્રા યોજાશે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી નગરચર્યા કરશે

નિમ્બાર્ક
પીઠ મોટા મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે ઃ રથયાત્રાના રુટ પર પોલીસે સુરક્ષા
વ્યવસ્થાનું રિહર્સલ કર્યુ
લીંબડી - લીંબડીમાં આજે અષાઢી બીજે પ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ૫૦ લાખ ખર્ચે તૈયાર કરવામાં આવેલા રથમાં બેસી ભગવાન જગન્નાાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી નગરચર્ચા કરશે. શહેરમાં પ્રથમ વખત નીકળનારી રથયાત્રાને લઇ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
લીંબડી
સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર દ્વારા ગત વર્ષે પ્રથમ વખત અષાઢી બીજની
રથયાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ પુરતો પોલીસ સ્ટાફ ન હોવાના
તંત્રની મંજૂરી નહી મળતાં રથયાત્રા યોજાઈ શકી ન હતી. જ્યારે આ વર્ષે તંત્ર દ્વારા
અષાઢી બીજની રથયાત્રાની મંજૂરી મળી જતાં શહેરના સર્વે સમાજના અગ્રણીઓ તથા યુવાનો
મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રથયાત્રાનો પ્રારંભ થશે. રથમાં બેસી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને
સુભદ્રાજી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. ભગવાન
માટે ૫૦ લાખના ખર્ચે રથ બનાવવામાં આવ્યો છે.
રથયાત્રા
શહેરના ગ્રીનચોક, રાજકવિ ચોક, સરોવરીયા હનુમાન ચોકથી ભલગામડા ગેઈટ તથા
સરકારી હોસ્પિટલ રોડ સહિતના માર્ગોે પર નગરચર્ચા કરશે. તેમજ ધામક વિવિધ ફ્લોટ
રથયાત્રાની શોભાયાત્રા વધારશે. જ્યારે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ ૨૫૦થી વધુ બહેનો
સતવારા સમાજની વાડીએથી જળયાત્રા કરી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે
ભગવાનને જળા અભિષેક કરી તથા રાત્રે ભગવાન મામાના ઘરે મોસાળું કરવા ગયા હતા અને આજે
સવારે ભવ્ય રથયાત્રા યોશાશે. શહેરમાં પ્રથમ વખત યોજાનાર રથયાત્રાને લઈને લીંબડી
પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના રૃટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું અને ચુસ્ત
બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.








