અમદાવાદમાં સૌ પ્રથમ વખત યોજાશે રાજેન્દ્ર ભગત રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ
રાજેન્દ્ર ભગતની યાદમાં ઉજવાય છે આ નાટ્ય મહોત્સવ
Rajendra Bhagat National Drama Festival : ભારતના વૈવિધ્યસભર નાટ્સ વારસાની ભવ્ય ઉજવણી કરવા માટે રંગ બહાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાન્સ, ડ્રામા એન્ડ મ્યુઝિક તેમજ આવિષ્કાર એકેડમી દ્વારા પ્રથમ રાજેન્દ્ર ભગત રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ ત્રણ દિવસીય રાષ્ટ્રીય ડ્રામા ફેસ્ટિવલ 28થી30 ઓક્ટોબર દરમિયાન શહેરના એચકે આર્ટ્સ કોલેજ ઓડિટોરિયમાં યોજાશે.
રાજેન્દ્ર ભગતની યાદમાં ઉજવાય છે આ નાટ્ય મહોત્સવ
આ રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ સ્વર્ગસ્થ રાજેન્દ્ર ભગતને શ્રદ્ધાંજલી પાઠવે છે કે જેમણે વર્ષ 1980માં ભારતીય રાષ્ટ્રીય રંગભૂમિની વાઇબ્રન્ટ ટેપેસ્ટ્રીને અમદાવાદમાં લાવવાની જરૂરિયાત જોઇ હતી. આ ફેસ્ટિવ તેમના મહાત્વાકાંક્ષી સપનાની અનુભૂતિને ચિહ્રિત કરે છે કે જ્યાં સમગ્ર ભારતના પ્રતિભાશાળી થિયેટર ગ્રૂપ તેમની કલાત્મકતા પ્રદર્શિત કરવા તથા બહુવિધ ભાષામાં મજબૂત વર્ણનો રજૂ કરશે.
શા માટે યોજાય છે આ ફેસ્ટિવલ?
આ અંગે આયોજકોએ કહ્યું હતું કે, અમે અમદાવાદમાં પ્રથમ રાજેન્દ્ર ભગત રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવનું આયોજન કરતાં ઉત્સાહિત છીએ, જે રાજેન્દ્ર ભગતના સપનાને જીવંત કરી રહ્યું છે. અમે આ અદ્ભુત સફરની ઉજવણીમાં સામેલ થવા દરેકને આમંત્રિત પાઠવીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમદાવાદના નાગરિકો પર્ફોર્મન્સને પસંદ કરશે તથા આ ફેસ્ટિવલ માત્ર એક શરૂઆત છે અને આગામી સમયમાં આ પ્રકારના વધુ ફેસ્ટિવલ યોજાશે.
થિયેટર પરફોર્મન્સની ઊજવણી સાથે દર્શકોને જોડવાનું કામ
રાજેન્દ્ર ભગત રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવએ અદ્ભુત થિયેટર પરફોર્મન્સની ઊજવણી સાથે દર્શકોને જોડવાનું કામ કરશે. રાજેન્દ્ર ભગત રાષ્ટ્રીય નાટ્ય મહોત્સવ એક સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતા છે જે ઉપસ્થિત રહેનારા તમામ લોકો પર કાયમી માટે છાપ છોડી દે છે.