Gujarat

ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના

By GS TEAM
30 Nov 20251 min read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક ઐતિહાસિક અને સખત પગલું ભરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા ગૌ-રક્ષા માટે એક વિશેષ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે, જેની સાથે ગોધરા રાજ્યનું પ્રથમ 'ગૌ-રક્ષા કેન્દ્ર' બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોધરા રાજ્યનું પ્રથમ ગૌરક્ષા કેન્દ્ર બન્યું, ગૌવંશની કતલ-હેરાફેરી રોકવા વિશેષ સ્કવૉડની રચના

Godhara Gau Rakha Kendra : પંચમહાલ જિલ્લામાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અને કતલની પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા એક ઐતિહાસિક અને સખત પગલું ભરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત દ્વારા ગૌ-રક્ષા માટે એક વિશેષ સ્કવોર્ડની રચના કરવામાં આવી છે, જેની સાથે ગોધરા રાજ્યનું પ્રથમ 'ગૌ-રક્ષા કેન્દ્ર' બન્યું છે.

શું છે તેનો ઉદ્દેશ્ય? 

આ નવરચિત વિશેષ સ્કવોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં થતી ગૌવંશની હેરાફેરી અને ગૌ-હત્યાની પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખી તેને સંપૂર્ણપણે અટકાવવાનો છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડાએ આ વિશેષ સ્કવોર્ડમાં કુલ 8 અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની નિમણૂક કરી છે. આ ટીમ જિલ્લાભરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંબંધિત માહિતી એકત્રિત કરશે અને તેના પર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરશે.

આ પ્રસંગે, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે જિલ્લાના તમામ નાગરિકોને એક ખાસ અપીલ પણ કરી છે. તેમણે જણાવ્યું કે, જો કોઈ પણ નાગરિકને ગૌ-હત્યા કે ગૌવંશની હેરાફેરી સંબંધિત કોઈ પણ શંકાસ્પદ હિલચાલ કે પ્રવૃત્તિ જણાય, તો તેઓ તાત્કાલિક પોલીસને જાણ કરે. નાગરિકોના સહયોગથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિને જડમૂળથી ઉખેડી નાખવામાં પોલીસને મોટી મદદ મળશે. પંચમહાલ પોલીસ દ્વારા લેવામાં આવેલું આ પગલું ગૌ-રક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણવામાં આવી રહ્યું છે, જે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.