Get The App

સુરેન્દ્રનગર જીનતાન ઉદ્યોગનગરમાં આવેલું ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર જીનતાન ઉદ્યોગનગરમાં આવેલું ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું 1 - image


વઢવાણ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમનો દરોડો

ગોડાઉનમાં રહેલા ૮૨૬ ફટાકડાના બોક્સ સહિત રૃપિયા ૪૦ લાખનો મુદ્દામાલ સીઝ કરી વધુ કાર્યવોહી હાથ ધરવામાં આવી

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અત્યારથી જ દિવાળીના તહેવારને ધ્યાને લઈ હોલસેલ ફટાકડાના વેપારીઓ દ્વારા ફટાકડાનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વઢવાણ ડેપ્યુટી કલેકટર તેમજ મામલતદાર સહિતની ટીમ દ્વારા બાતમીના આધારે સુરેન્દ્રનગર જીનતાન ઉદ્યોગનગરમાં આવેલ એક ગોડાઉનમાં રેઈડ કરી સીલ મારવામાં આવ્યું હતું.

વઢવાણ ડેપ્યુટી કલેકટર અને મામલતદારની ટીમ દ્વારા જીનતાન ઉદ્યોગનગરમાં આવેલ એક ગોડાઉનમાં લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કર્ર્યો હોવાની બાતમીના આધારે રેઈડ કરવામાં આવી હતી જે દરમિયાન ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ અલગ-અલગ ૮૨૬ નંગ ફટાકડાના બોક્સ કિંમત રૃા.૪૦,૦૦,૦૦૦નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં ચિંતનકુમાર શાહ તેમજ જીજ્ઞોશભાઈ શાહનું ગોડાઉન હોવાનું આને લાયસન્સ વગર ફટાકડાનો સંગરહ કર્યો હોવાનું બહાર આવ્યું હતું. લાયસન્સ વગર ફટાકડાનો ધંધો કરનાર વેપારી સામે કાર્યવાહી હાથધરી હતી. જ્યારે વઢવાણ ડેપ્યુટી કલેકટરની રેઈડથી અન્ય વિસ્તારોમાં ફટાકડાનો સંગ્રહ અને વેપાર કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.


Tags :