Gujarat

નવી લકઝરીની ખુશીમાં એક્સપ્રેસ હાઇવે પર રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી

By GS TEAM
5 Oct 20251 min read
નવી લકઝરીની ખુશીમાં એક્સપ્રેસ હાઇવે પર રસ્તા વચ્ચે ફટાકડા ફોડી ઉજવણી

અમદાવાદ,રવિવાર

સીટીએમ એક્સપ્રેસ હાઇવે ચાર રસ્તા પાસે નવી લકઝરી બસ લાવવાની  ખુશાલીમાં એક તરફનો રસ્તો બંધ કર્યો હતો અને જાહેરમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ઉજવણીના નામે આતંક લખાણ વાળો વિડિયો સોશિયલ મિડિયાં વાયરલ થયો હતો. જેને લઇને ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી  છે.

ઉજવણીનીના નામે આતંક લખેલો વિડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે ગુનો નોધીને બેની ધરપકડ કરી 

ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનિરુધ્ધસિંહએ મણિનગરમાં સેવન ડે સ્કૂલ પાસે પ્રભુસાગર એપાર્ટમેન્ટમાં રહેતા યશ નંદુબારે સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ ઉપર ઉજવણીના નામે આતંક લખાણ વાળો વિડિયો ઇન્સ્ટ્રાગામ ઉપર વાયરલ થયોહતો જેમાં કેટલાક લોકો રોડ ઉપર રસ્તો બ્લોક કરીને રોડ ઉપર લકઝરી બસ ઉભી રાખીને ફાયર ગન હાથમાં રાખીને આડેધડ ફટાકડા ફોડતા નજરે પડતા હતા. જેને પગલે એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો.

પોલીસે વિડિયો આધારે લકઝરી બસ નંબર પરથી તપાસ કરીને તાનીયા નામની ટ્રાવેલ્સમા નોકરી કરતા બે આરોપીની ધરપકડ કરી હતી તેઓની પૂછપરછમાં ટ્રાવેલ્સ દ્વારા નવી લક્ઝરી લાવવામાં આવી હતી જેની ખુશાલીમાં બંને જણાએ જાહેર રોડ ઉપર ઉજવણી માટે આતશબાજી કરી હોવાનું બહાર આવ્યું હતું.