Get The App

અમદાવાદમાં એસજી હાઈવે સ્થિત ટોયોટાના શો-રૂમમાં આગનો બનાવ, ફાયરબ્રિગેડ ઘટના સ્થળે

આગ લાગતાં જ શોરૂમમાં સ્ટાફે ફટાફટ ગાડીઓ નીચે ઉતારવાની શરૂ કરી દીધી હતી

સદનસીબે આગમાં કોઈ જાનહાની ના અહેવાલો સામે આવ્યા નથી

Updated: Sep 21st, 2023

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં એસજી હાઈવે સ્થિત ટોયોટાના શો-રૂમમાં આગનો બનાવ, ફાયરબ્રિગેડ ઘટના સ્થળે 1 - image



અમદાવાદઃ શહેરમાં આગની ઘટના બની છે. શહેરમાં એસજી હાઈવે પર મકરબા પાસે ટોયોટા ગાડીના શોરૂમમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ગાડીઓ દોડી ગઈ હતી. શોરૂમમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. 

ત્રીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં એસજી હાઈવે પર સ્થિત ટોયોટા ગાડીના શોરૂમમાં બીજા માળે અચાનક કોઈ કારણસર આગ લાગવાનો બનાવ બન્યો છે. આગની ઘટનાની જાણ થતાં જ શોરૂમમાં અફરાતફરી મચી જવા પામી હતી. તે ઉપરાંત હાઈવે અને સર્વિસ રોડ પરથી પસાર થનારા વાહન ચાલકો પણ આ ઘટનાને લઈને થંભી ગયા હતાં. આગની જ્વાળાઓ એટલી ભયંકર હતી કે છેક ત્રીજા માળ સુધી આગ પ્રસરી ગઈ હતી. 

આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી

શોરૂમમાં કામ કરી રહેલા લોકો આગ લાગવાની જાણ થતાં જ દોડાદોડી કરવા માંડ્યા હતાં. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. સ્ટાફ દ્વારા તાત્કાલિક શોરૂમમાંથી ગાડીઓ નીચે ઉતારી લેવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ કોલ મળતાંની સાથે જ શો રૂમ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આગના ધૂમડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતાં. 

Tags :