Get The App

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર વડોદરા પાસે વેલ્ડીંગ મશીનના કન્ટેનરમાં આગ

Updated: Sep 11th, 2024

GS TEAM


Google News
Google News
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર વડોદરા પાસે વેલ્ડીંગ મશીનના કન્ટેનરમાં આગ 1 - image


Fire in Container at Vadodara : વડોદરા નજીકથી પસાર થતાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે પર આજે સવારે એક કન્ટેનરમાં આગ લાગતા વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. 

વડોદરા નજીક રાયકા દોડકા ગામ પાસેથી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ-વે પરથી અનેક વાહનો પસાર થઈ રહ્યા છે. જે દરમિયાન સુરતથી નોઈડા તરફ જતા એક કન્ટેનરમાં પાછળના ભાગે માલમાંથી ધુમાડા નીકળવા માંડતા કન્ટેનર એક બાજુએ પાર્ક કરી ડ્રાઇવર નીચે ઉતરી ગયો હતો.

દરમિયાનમાં ફાયર બ્રિગેડ આવી જતા આગ કાબુમાં લીધી હતી. આગમાં વેલ્ડીંગ મશીનો તેમજ તેના સ્પેરપાર્ટ્સ લપેટમાં આવી ગયા હતા. જ્યારે કન્ટેનરનો મોટો ભાગ બચાવી લેવામાં આવ્યો હતો. પોલીસ પણ આવી ગઈ હતી અને બનાવની વિગતો મેળવી હતી.

Tags :