Get The App

ડાકોરના કોમ્પ્લેક્સમાં રમકડાના ગોડાઉનમાં આગ : જાનહાનિ ટળી

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
ડાકોરના કોમ્પ્લેક્સમાં રમકડાના ગોડાઉનમાં આગ : જાનહાનિ ટળી 1 - image


- ડાકોર પોલીસ સ્ટેશન પાસે આવેલા

- પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવાયો રમકડાનો સરસામાન બળીને ખાક થઇ ગયો 

ડાકોર : ડાકોર પોલીસ સ્ટેશનની બાજુના કોમ્પ્લેક્સમાં રમકડાના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં જાનહાનિ ટળી હતી પરંતુ, ગોડાઉનમાં રમકડાંનો સામાન બળીને ખાક થયો હતો.

ડાકોર બસ સ્ટેન્ડે જાવાના મુખ્ય માર્ગ પર યમુનેશ્વર મહાદેવ સામે આવેલા કોમ્પ્લેક્સમાં બપોરના બે વાગ્યાના અરસામાં પૂજા ટોઇઝની દુકાનની પાછળ આવેલા તેના ગોડાઉનમાં ઉપરના માળે અચાનક ધુમાડાના ગોટા બારી બહારથી દેખવવા લાગ્યા હતા. થોડીજ વારમાં આગની જવાળોઓ દેખાતા ટોળા ઉમટયા હતા. બાજુમાં આવેલા પોલીસ સ્ટેશનમાં પણ આગની જ્વાળાઓ અને ધુમાડાની ગરમી લાગવા લાગી હતી. જાણ થતા પાલિકાના સેનેટરી વિભાગે વૉટર બ્રાઉઝર ત્વરિત સ્થળ પર મોકલ્યું હતું. 

થોડી વારમાં ઉમરેઠ અને ઠાસરાના ફાયર ફાયરોએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોટસર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ, રમકડાંની ચીજ વસ્તુ બળીને ખાક થઈ હતી. 

Tags :