Gujarat

વડોદરા નજીક જાંબુવા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ, અમદાવાદ-સુરત હાઈવે ઉપર ટ્રાફિકજામ

By GS TEAM
4 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરા નજીક જાંબુવા હાઈવે ઉપર ગઈકાલે રાત્રે એક ટેન્કરમાં આગ લાગતા વાહન ચાલકોમાં નાસભાગ મચી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક જાંબુવા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ, અમદાવાદ-સુરત હાઈવે ઉપર ટ્રાફિકજામ

Vadodara Fire in Tanker : વડોદરા નજીક જાંબુવા હાઈવે ઉપર ગઈકાલે રાત્રે એક ટેન્કરમાં આગ લાગતા વાહન ચાલકોમાં નાસભાગ મચી હતી. 

અમદાવાદ સુરત હાઇવ ઉપર રાત્રે 2:30 વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું એક ટેન્કર અમદાવાદ તરફ જઈ રહ્યું હતું ત્યારે આગ લાગતા ડ્રાઇવર કૂદી પડ્યો હતો. આખું ટેન્કર આગમાં લપેટાતા ડ્રાઇવર ફાયર બ્રિગેડની મદદ લીધી હતી. 

જીઆઇડીસી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ કાબુમાં નહીં આવતા વધુ પાંચ ટીમો બોલાવવામાં આવી હતી. બીજી તરફ હાઈવે ઉપર બે થી ત્રણ કિલોમીટરનો જામ થઈ જતા પોલીસ કામે લાગી હતી. 

લગભગ ત્રણ કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. ઉપરોક્ત બનાવ બાદ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો.