વડોદરાના અકોટા ગાર્ડન પાસે ફ્લેટમાં આગ લાગતા ફર્નિચર, વોશિંગ મશીન, તિજોરી સહિતની ચીજો લપેટાઈ
Vadodara Fire : વડોદરાના ફોટા ગાર્ડન પાસે ગઈકાલે સાંજે એક ફ્લેટમાં આગ લાગતા ઘરવખરી અને ફર્નિચરને ભારે નુકસાન થયું હતું.
અકોટા ગાર્ડન પાસે રૂચી એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આ શોર્ટ સર્કિટને કારણે લાગી હોય તેમ મનાઈ રહ્યું છે. બનાવની જાણ થતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને આગ કાબુમાં લીધી હતી.
આગના બનાવને કારણે કોઈ જાનહાની થઈ નથી. પરંતુ મકાનનું ફર્નિચર, વોશિંગ મશીન, તિજોરી તેમજ અન્ય ચીજ વસ્તુઓ લપેટાઈ ગઈ હતી. પોલીસે પણ બનાવની વિગતો મેળવી હતી.