દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ઉપર વડોદરા નજીક રાત્રે કોલસા ભરેલા ટ્રેલરમાં આગ
Vadodara Fire Brigade : વડોદરા નજીક હાઇવે ઉપર ગઈકાલે રાત્રે એક ટ્રેલરમાં આગ લાગવાનું બનાવ બનતા ફાયર બ્રિગેડની બે ટીમોએ આગને કાબુમાં લીધી હતી.
દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર વડોદરા પાસે દોડકા ગામ નજીક ગઈ રાત્રે પસાર કોલસો ભરેલા ટ્રેલરની અંદર ધુમાડા નીકળતા ડ્રાઇવર ક્લીનર સાઈડ પર પાર્ક કરી બહાર નીકળી ગયા હતા. અને ત્યારબાદ થોડી જ વારમાં આ વધુ પ્રસરી હતી.
છાણી ટીપી-13 ફાયર બ્રિગેડ તેમજ નંદેસરી ફાયર સ્ટેશનની જુદી જુદી બે ટીમો કામે લાગી હતી અને એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.. જેથી પોલીસ અને ફોરેન્સિક વિભાગની મદદ લેવામાં આવનાર છે.