Gujarat

વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ

By GS TEAM
3 Apr 20261 min read
વિશ્વામિત્રીની ઝાડીઓમાં ફરી આગ લાગતાં લોકો હેરાન,૩ કલાકે આગ પર કાબૂ

વડોદરાઃ વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે કરચામાં આગ લાગવાના અવારનવાર બનાવો બનતા હોવાથી આસપાસના લોકોને હેરાનગતિ વેઠવી પડતી હોય છે.આજે ફરી એક વાર નદી કિનારે આગ લાગતાં ત્રણ કલાકે આગ કાબૂમાં આવી હતી.

શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રીની સ્વચ્છતા માટે કોર્પોરેશન દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું હોવા છતાં ઠેરઠેર કચરાના ઢગલા હોવાને કારણે અવારનવાર આગ લાગવાના બનાવ બનતા હોય છે.જેને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડા છવાતા હોવાથી લોકો પરેશાન થતા હોય છે.

અગાઉ આગને કારણે કારેલીબાગમાં નદી કિનારા પાસેની ચિલ્ડ્રન હોસ્પિટલને ખાલી પણ કરવી પડી હતી.આજે બપોરે સમા મંગલપાંડે  બ્રિજ પાસેના રણછોડ નગર પાસે આગ લાગતાં ધુમાડાના ગોટા છવાયા હતા.પવન વધુ હોવાથી આગ વધુ વકરી હતી.ફાયર બ્રિગેડની બે ટીમો કામે લગાડવી પડી હતી.