Get The App

જીઆઇડીસીમાં સ્ક્રેપના ગોડાઉનમાં અને અટલાદરાના કમ્પોસ્ટ પ્લાન્ટમાં આગ

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
જીઆઇડીસીમાં સ્ક્રેપના ગોડાઉનમાં અને અટલાદરાના કમ્પોસ્ટ પ્લાન્ટમાં આગ 1 - image

વડોદરાઃ શહેરમાં આજે દિવસ દરમિયાન આગ લાગવાના જુદાજુદા બે બનાવ બન્યા હતા.જે દરમિયાન અટલાદરાના કમ્પોસ્ટ પ્લાન્ટમાં ગઇકાલે બૂઝાવેલી આગ ફરીથી લાગી હતી.

મકરપુરા જીઆઇડીસીમાં આવેલી મેક ટ્રેડિંગના સ્ક્રેપના ગોડાઉનમાં આજે સવારે લાગેલી આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.આગને કારણે એટલા ધુમાડા છવાયા હતા કે કાંઇ જ જોઇ શકાય તેમ નહતું.ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી.

આગનો બીજો બનાવ કોર્પોરેશનના અટલાદરાના કમ્પોસ્ટ પ્લાન્ટમાં બન્યો હતો. ગઇ કાલે લાગેલી આગ કાબૂમાં લેવાયા બાદ ફરીથી કચરાના ઢગલામાં આગ લાગતાં ફાયર બ્રિગેડના બે ફાયર એન્જિન આગ કાબૂમાં લેવા માટે કામે લગાડવામાં આવ્યા હતા.ત્રણ કલાકે આગનું જોર ઘટતાં જવાનોએ રાહત અનુભવી હતી.

Tags :