Get The App

ગોત્રીના મકાનમાં આગ,બાજુના મકાનો બચાવી લીધાઃસિલિન્ડર ફાટવાની તૈયારી હોવાથી ફાયરના જવાનોનો બચાવ

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
ગોત્રીના મકાનમાં આગ,બાજુના મકાનો બચાવી લીધાઃસિલિન્ડર ફાટવાની તૈયારી હોવાથી ફાયરના જવાનોનો  બચાવ 1 - image

વડોદરાઃ ગોત્રી વિસ્તારના એક મકાનમાં આજે સાંજે લાગેલી આગના બનાવને પ

ગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ફાયર બ્રિગેડે સમયસર આગ કાબૂમાં લઇ લેતાં આસપાસના મકાનો બચી ગયા હતા.

ગોત્રીના બારોટ ફળિયામાં રહેતા જીતુ ભાઇ પટેલના બે માળના મકાનમાં ઉપરના બીજા માળે કિચનમાં આગ લાગી હતી. પરિવારના સભ્યો બહાર ગયા હોવાથી તેમનો બચાવ થયો હતો.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી,પરંતુ ગેસ સિલિન્ડર આગમાં લપેટાયેલો હોવાથી ગેસ લીકેજને કારણે આગ લાગી હોવાનું મનાય છે.

આગ એટલી ઝડપથી ફેલાઇ હતી કે કિચન અને ડ્રોઇંગ રૃમની તમામ ઘરવખરી તેમાં લપેટાઇ ગઇ હતી.જ્યારે,આસપાસના મકાનોમાં પણ ધુમાડા છવાઇ ગયા હતા.જો ફાયર બ્રિગેડ થોડી મોડી પડી હોત તો આ મકાનોમાં પણ આગ લાગવાની શક્યતા હતી.

ફાયર ઓફિસર જયદીપ ગઢવીએ કહ્યું હતું કે,આ બનાવમાં ફાયર બ્રિગેડની ટીમનો પણ બચાવ થયો હતો.ફાયર બ્રિગેડના જવાનો જ્યારે ડ્રોઇંગરૃમની આગ કાબૂમાં લઇ કિચન તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આગમાં લપેટાયેલો ગેસનો સિલિન્ડર ફૂલી ગયેલો નજરે પડયો હતો,જેથી તે ફાટે તે પહેલાં બે ટીમમાંથી એક ટીમે તેના પર સતત પાણીનો મારો ચલાવી રાખ્યો હતો અને બીજી ટીમે આગ કાબૂમાં લીધી હતી.