Gujarat

મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા

By GS TEAM
26 Mar 20261 min read
મકરપુરાના કોમ્પ્લેક્સની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે આગ,ઉપર રહેણાંક મકાનો હોવાથી લોકો ગભરાયા

વડોદરાઃ મકરપુરાના કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં આજે બપોરે આગ લાગતાં ફાયર  બ્રિગેડે આગ કાબૂમાં લઇ રહેણાંક વિસ્તારને બચાવી લીધો હતો.

મકરપુરા ડેપો પાસેના સ્વામી કોમ્પ્લેક્સમાં આવેલા ક્લાસીસ પાસે આગ લાગતાં ફૈઝાન રાઠોડ નામના યુવકે ફાયર બ્રિગેડને જાણ કરી હતી.મકરપુરા અને પાણી ગેટ ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ત્યારે ક્લાસમાં નહિ પણ ફ્રુટની દુકાનમાં આગ લાગી હોવાનું જણાઇ આવ્યું હતું.

ફાયર બ્રિગેડે અડધો કલાકમાં આગ કાબૂમાં લઇ લેતાં ઉપરના રહેવાસીઓને હાશ થઇ હતી.આગનું કારણ શોર્ટસર્કિટ હોવાનું મનાય છે.