Get The App

બીજાદિવસે પણ કારમાં આગનો બનાવ, સુસેન રોડ પર કાર સળગતાં ટ્રાફિકજામ

Updated: Nov 19th, 2025

GS TEAM

Google News
Google News
બીજાદિવસે પણ કારમાં આગનો બનાવ, સુસેન રોડ પર કાર સળગતાં ટ્રાફિકજામ 1 - image

વડોદરાઃ શહેરના કાલાઘોડા નજીક વિશ્વામિત્રીને કિનારે ગઇકાલે મ્યુ.કોર્પોરેશનની બેદરકારીને કારણે પડી રહેલા કચરામાં આગ લાગવાથી બે કાર આગમાં લપેટાઇ હોવાનો બનાવ બન્યા બાદ આજે બપોરે માંજલપુર-સુસેન રોડ પર પણ કારમાં આગનો બનાવ બન્યો હતો.

મળતી માહિતી મુજબ વાનનો ચાલક માંજલપુરથી વાન લઇને સુશેન તરફ જઇ રહ્યો હતો ત્યારે એકાએક વાનમાં વાયરિંગ સળગતાં ચાલકે એક બાજુએ વાન ઊભી રાખી હતી અને નીચે ઉતરી ગયો હતો.ત્યારબાદ થોડી જ વારમાં વાન આગમાં લપેટાઇ ગઇ હતી.ફાયર બ્રિગેડે થોડી જ વારમાં આગ કાબૂમાં લઇ વાનને વધુ નુકસાન થતું અટકાવ્યું હતું.બનાવને પગલે ઉપરોક્ત માર્ગ પર ટ્રાફિક જામ થતાં પોલીસ મદદમાં આવી હતી.