| symbolic |
કોટંબી ખાતે વુમન્સ પ્રિમિયર લીગની મેચ ચાલી રહી છે ત્યારે આજે સાંજે ગેટ-૨ નજીક પાર્કિંગમાં એક કારમાંથી ધુમાડા નીકળવા માંડતા સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા.
કારમાંથી આગના ગોટેગોટા નીકળવા માંડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.જો કે ફાયર બ્રિગેડ આવી જતાં આગ તરત જ કાબૂમાં લેવામાં આવી હતી.બીજા વાહનો થોડે દૂર પાર્ક હોવાથી ત્યાં આગની અસર થઇ નહતી.


