Get The App

જામનગરના શક્તિ નગર વિસ્તારમાં રહેણાક મકાનમાં વહેલી સવારે મંદિરમાં દીવાની ઝાળના કારણે આગ લાગી : ફાયર તંત્ર દોડતું થયું

Updated: Oct 13th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરના શક્તિ નગર વિસ્તારમાં રહેણાક મકાનમાં વહેલી સવારે મંદિરમાં દીવાની ઝાળના કારણે આગ લાગી : ફાયર તંત્ર દોડતું થયું 1 - image

Jamnagar : જામનગર શહેરના શક્તિનગર વિસ્તારમાં રહેતા જગતસિંહ નામના એક રહેવાસીના રહેણાક મકાનમાં આજે વહેલી સવારે 8.30 વાગ્યાના અરસામાં મંદિરમાં દીવો કરવામાં આવ્યો હતો, જે દીવાની ઝાળના કારણે આગ લાગી હતી, અને મંદિર સહિતનો હિસ્સો સળગવા લાગ્યો હતો. 

આ આગની ઘટનાને લઈને દોડધામ થઈ હતી, અને મકાન માલિક તેમજ આસપાસના લોકોએ એકત્ર થઈને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. 

આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, પરંતુ સ્થાનિકોએ સમયસર આગને કાબુમાં લઇ લેતાં આગ વધુ પ્રસરતાં અટકી હતી, અને માત્ર મકાનના મંદિર પરિસરના ભાગમાંજ આગ ફેલાઈ હતી. તેથી વધુ નુકસાની પણ અટકી ગઈ હતી, અને કોઈ જાનહાની થઈ ન હતી. સળગતો દીવો મંદિરના લાકડાના ભાગ ઉપર પડ્યો હોવાથી આગ લાગી ગઈ હતી.