Get The App

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં વિજ થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતાં દોડધામ

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં વિજ થાંભલામાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગતાં દોડધામ 1 - image

Jamnagar Fire : જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં ગઈકાલે રાતે 8.00 વાગ્યે જાહેર માર્ગ પર આવેલા વીજ થાંભલામાં એકાએક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને આગના કારણે તણખા જર્યો હતા, કેબલ વગેરે સળગવાના કારણે ભડકો થતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. 

જોકે વિજ તંત્રએ તુરત જ ઉપરોક્ત વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો. કેબલ વગેરે સળગ્યા હોવાથી આ બનાવને લઈને ફાયરબ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને ખાસ પ્રકારના પાવડરની મદદથી ફાયરિંગ કરીને આગને કાબુમાં લીધી હતી. આ વેળાએ લોકોના ટોળા એકત્ર થયેલા જોવા મળ્યા હતા.

 ત્યારબાદ વિજ તંત્રએ થોડો સમયમાં જ વિજ લાઇન રીપેરીંગની કામગીરી પૂર્ણ કરી લેતાં મોડી રાત્રિના સમયે ઉપરોક્ત વિસ્તારનો વિજ પુરવઠો રાબેતા મુજબ બન્યો હતો.