Vadodara Fire : વડોદરાના હાથીખાના વિસ્તારમાં મોડી રાત્રે એક મકાનમાં બીજા માળે આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
હાથી ખાના ગેંડા ફરીયા વિસ્તારમાં ગઈ રાત્રે એક મકાનના બીજા માળેથી ધુમાડા નીકળતા બુમરાણ મચી હતી. આ મકાનમાં રહેતો પરિવાર એક લગ્ન પ્રસંગમાં હોવાથી એકત્રિત થઈ ગયેલા લોકોએ ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.
દાંડિયા બજાર ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ અને કાબુમાં લેવામાં આવી હતી. બનાવને પગલે લોકોના ટોળા જામ્યા હતા અને વીજ કંપનીની ટીમ પણ આવી ગઈ હતી. મકાનમાં રહેતા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગ માટે લેવામાં આવેલી રૂ.60 હજારની લોનની રકમ પણ ઘરવખરીની સાથે આગમાં લપેટાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.


