વડોદરાના સનફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં પડેલા કચરામાં અચાનક આગ લાગી
Vadodara Fire : વડોદરાના સનફાર્મા રોડ પર આવેલા ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં પડેલા કચરામાં એક આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ત્યાં પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. સયાજીગણ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પર જાન્યુઆરી ચલાવતા વેપારીના સિલિન્ડરમાં આગ લાગી હતી. તેને પણ કાબુમાં લઈ લેતા હાશકારો થયો હતો.
વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર આવેલી ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં પડેલા કચરામાં 1 મે ના રોજ રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. જેની જાણ વડોદરા ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. જ્યારે બીજા બનાવવામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન પાસે જાની લારી ચલાવતા વેપારીને ત્યાં ગેસ સિલિન્ડરમાંથી ગેસ થતાં પાઇપમાં આગ લાગી હતી. જોકે ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી પરંતુ આજ મોટી ન હોય વેપારીએ સમયસર ગેસનો બોટલનું રેગ્યુલેટર બંધ કરીને હોશિયારી મુજબ આગ ઓલવી નાખી હતી. ગેસના બોટલમાં લાગેલી આગના કારણે વેપારી સહિત ત્યાં ઉભેલા અન્ય ગ્રાહકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.