Get The App

ઉધના રોડના સિટી ઇન્ડસ્ટ્રીયલમાં કાપડના યુનિટમાં મોડીરાતે આગ ભડકી

Updated: Nov 26th, 2024

GS TEAM

Google News
Google News
ઉધના રોડના સિટી ઇન્ડસ્ટ્રીયલમાં કાપડના યુનિટમાં મોડીરાતે આગ ભડકી 1 - image


- યુનિટમાં સૂતેલા કામદારે બહાર જઇ બુમાબુમ કરી ઃ કાપડનો જથ્થો,મશીન, બોબીન સહિતના સામાનને નુકસાન

 સુરત :

 ઉધના ત્રણ રસ્તા સીટી ઇન્ડસ્ટ્રીયલમાં કાપડ યુનિટમાં સોમવારે મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા ધટના સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ઉધના ત્રણ રસ્તા ખાતે સ્વામીનરાયણ મંદિર પાસે સીટી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ખાતે કાપડ યુનિટમાં રવિવારે મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતા આગ ભડકી ઉઠી હતી. જેથી યુનિટમાં સુતેલો એક કામદાર તરત બહાદ દોડી જઇને બુમો પાડી હતી. જોતજોતામાં આગ ફેલાતા વદુ પ્રમાણમાં ધુમાડો નીકળતો હતો. જેના લીધેે ત્યાં હાજર લોકોમાં નાશભાગ થઇ જવા પામી હતી. કોલ મળતા ત્રણ ફાયર સ્ટેશનની ૬થી૭ ગાડી સાથે ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.અને ધુમાડો હોવાથી ઓકસીજન માસ્ક પહેરીને પાણીનો છંટકાવ કરતા બે કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.  જોકે આગના લીધે કાપડનો જથ્થો, બોબીન,ઓફિસર, ટેબલ,ખુરસી સહિતનો માલસામાનને નુકશાન થયુ હતુ. આ બનાવમાં કોઇ ઇજા જાનહાની થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું.

Tags :