Get The App

નારણપુરામાં બે ઘટના, વિજયનગર પાસે ગેસ લાઇન લિકેજ થતાં લાગી આગ અને રૂપલ પાર્કમાં છતના પોપડા પડ્યા

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
નારણપુરામાં બે ઘટના, વિજયનગર પાસે ગેસ લાઇન લિકેજ થતાં લાગી આગ અને રૂપલ પાર્કમાં છતના પોપડા પડ્યા 1 - image

Ahmedabad News : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં અદાણી પાઈપલાઈનમાં ગેસ લીક થતાં આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાને લઈને સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. તેવામાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને અદાણી ગેસ લાઈનનો પુરવઠો બંધ કરી દેવાયો છે.

વિજયનગર વિસ્તારમાં અદાણી ગેસ પાઈપલાઈનમાં ભંગાણ થતાં આગ લાગી

નારણપુરા વિસ્તારમાં આવેલા વિજયનગર રેલવે ક્રોસિંગ પાસેથી પસાર થતી ગેસ પાઈપલાઈનમાં ભંગાણ થતાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને લઈને ત્રણ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગના બનાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. 

નારણપુરામાં બે ઘટના, વિજયનગર પાસે ગેસ લાઇન લિકેજ થતાં લાગી આગ અને રૂપલ પાર્કમાં છતના પોપડા પડ્યા 2 - image

સમગ્ર ઘટના મામલે અદાણી ટોટલ ગેસ દ્વારા જણાવામાં આવ્યું હતું કે, 'અદાણી ટોટલ ગેસ પાઇપલાઇનમાં નુકસાનને કારણે, વિજયનગર વિસ્તારમાં 16 સપ્ટેમ્બરે સાંજે 4:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી ગેસ પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. અમારી ઇમરજન્સી ટીમ ગેસ પુરવઠો ફરી શરૂ કરવા માટે કામ કરી રહી છે.'

નારણપુરામાં બે ઘટના, વિજયનગર પાસે ગેસ લાઇન લિકેજ થતાં લાગી આગ અને રૂપલ પાર્કમાં છતના પોપડા પડ્યા 3 - image

આ ઉપરાંત નારણપુરા વિસ્તારના રૂપલ પાર્ક પાસે મકાનની છતના અચાનક પોપડા પડ્યાની ઘટના બની હતી. મળતી માહિતી પ્રમાણે ઘટના સમયે ઘરમાં 4 લોકો હાજર હતા, પરંતુ કોઈને જાનહાનિ થઈ નથી. છતના પોપડા પડતાં પરિવારના સભ્યો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા.