અમદાવાદના બોપલ વિસ્તારમાં TRP મોલમાં મધરાતે લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી

ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓએ ભારે જહેમત બાદ મેળવ્યો કાબૂ

સમય સૂચકતાથી તમામ લોકોને બહાર કઢી લેવામાં આવ્યા હતા

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
અમદાવાદના બોપલ વિસ્તારમાં TRP મોલમાં મધરાતે લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી 1 - image
Image : Screen Grab

Ahmedabad News : અમદાવાદના બોપલમાં આવેલા TRP મોલમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. મોલના 5મા માળે ગેમઝોન સ્કાય ટ્રમ્પોલાઈનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ એટલી ભીષણ હતી કે ઈમારતના પાંચમા માળ સુધી આ આગ પ્રસરી ગઈ હતી. જો કે આ આગ કયા કારણોસર લાગી તેનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આગને કારણે અફરાતફરી મચી ગઈ હતી

આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા 10થી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાઈર વિભાગની 10 ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગને કારણે મોલમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે સમય સૂચકતાથી તમામ લોકોને બહાર કઢી લેવામાં આવ્યા હતા અને મોટી જાનહાની ટળી હતી. ઉલ્લેખનીય છે કે TRP મોલમા ગેમિંગ ઝોનની બાજુમાં જ થિયેટર આવેલું છે જ્યાથી પણ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

અમદાવાદના બોપલ વિસ્તારમાં TRP મોલમાં મધરાતે લાગી ભીષણ આગ, મોટી જાનહાની ટળી 2 - image


Google NewsGoogle News