Gujarat

વડોદરા કોર્પોરેશનની બોગસ FIRE NOC ની તપાસ માટે આજથી તમામ ફાયર સ્ટેશનો દ્વારા ઝુંબેશ

By GS TEAM
30 Jun 20251 min read
વડોદરા કોર્પોરેશનની બોગસ FIRE NOC ની તપાસ માટે આજથી તમામ ફાયર સ્ટેશનો દ્વારા ઝુંબેશ

વડોદરાઃ વડોદરા કોર્પોરેશનની બોગસ ફાયર એનઓસીના મુદ્દે પોલીસ તપાસ ચાલી રહી છે ત્યારે બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આવતીકાલથી એનઓસીની તપાસ માટે ફરી ઝુંબેશ કરવામાં આવનાર છે.

એકતરફ કોર્પોરેશનના બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે ત્યારે બીજીતરફ ફાયર  બ્રિગેડની ડુપ્લિકેટ એનઓસીનું કૌભાંડ  બહાર આવતાં રાવપુરા પોલીસ તપાસ કરી રહી છે.

વાઘોડિયારોડના અર્શ કોમ્પ્લેક્સની બોગસ ફાયર એનઓસી મળી આવ્યા બાદ તે જ પ્રકારની હરણીના મહાલક્ષ્મી કોમ્પ્લેક્સની બોગસ એનઓસી મળતાં એક જ ગેંગ સામેલ હોવાનું મનાઇ રહ્યું છે.

બોગસ એનઓસીનું નેટવર્ક મોટેપાયે ફેલાયેલું હોવાનું મનાઇ રહ્યું છે.જેથી ચીફ ફાયર ઓફિસરે આજે તમામ ફાયર સ્ટેશનોના ઓફિસરોને તેમના વિસ્તારની મોટી બિલ્ડિંગોની ફાયર એનઓસી તપાસવા સૂચના આપી છે.જેથી ચોમાસાને કારણે થોડો સમય  બંધ રહેલી કામગીરી ફરી શરૃ કરવામાં આવનાર છે.